- અઠવાડિયાના દરેક દિવસો પર શુક્રવારના દિવસની મહત્ત્વતા.
- શુક્રવારના દિવસે ખૂબ સારા કાર્યો કરવા પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, અને તે દિવસે પવિત્ર અલ્લાહની રહેમત પ્રાપ્ત કરવા અને તેના ક્રોધને દૂર કરવા માટે તૈયારી કરવી જોઈએ.
- શુક્રવારના દિવસની કેટલીક મહત્ત્વતાઓ આ હદીષમાં વર્ણન કરવામાં આવી છે, કહેવામાં આવ્યું છે: આદમ અલૈહિસ્ સલામને જન્નત માંથી કાઢવા અને શુક્રવારના દિવસે કયામત આવવી તે શુક્રવારની મહત્ત્વતાઓ માંથી નહીં ગણાય, અને એમ પણ કહેવામાં આવ્યું છે: પરંતુ શુક્રવારના દિવસની ઘણી મહત્ત્વતાઓ છે, અને આદમ અલૈહિસ્ સલામને જન્નત માંથી એટલા માટે કાઢવામાં આવ્યું જેથી તેમની સંતાનને જમીન પર લાવી શકાય, અને શુક્રવારના દિવસે કયામત કાયમ થવી એ અલ્લાહએ પોતાની નેઅમતો માંથી જે બદલો તૈયાર કરી રાખ્યો છે, તે સદાચારી લોકોને જલ્દી આપવા માટે.
- આ હદીષમાં શુક્રવારન દિવસની જે મહત્ત્વતા વર્ણન થઈ છે, તે સિવાય શુક્રવારની અન્ય મહત્ત્વતાઓ પણ બીજી હદીષોમાં વર્ણન કરવામાં આવી છે, જેમાંથી: શુક્રવારના દિવસે આદમ અલૈહિસ્ સલામે તૌબા કરી, અને તે જ દિવસે તેમનું મૃત્યુ થયું અને શુક્રવારના દિવસે એક સમય એવો છે કે તે સમયે બંદો અલ્લાહ પાસે જે કઈ પણ માંગે અલ્લાહ તેની માંગણી કબૂલ કરી તેને જરૂર આપે છે.
- વર્ષમાં સૌથી શ્રેષ્ઠ દિવસ, અરફાનો દિવસ, અને કહેવામાં આવે છે કે કુરબાનીનો દિવસ, તેમજ અઠવાડિયામાં સૌથી શ્રેષ્ઠ દિવસ શુક્રવારનો દિવસ, અને સૌથી શ્રેષ્ઠ રાત, લયલતુલ્ કદરની રાત છે.