/ જ્યારે બંદો પોતાના ઘરવાળાઓ પર નેકી અને સવાબની ઉમ્મીદ રાખી નિયત રાખતા ખર્ચ કરતો હશે તો તે તેના માટે સદકો ગણવામાં આવે છે...

જ્યારે બંદો પોતાના ઘરવાળાઓ પર નેકી અને સવાબની ઉમ્મીદ રાખી નિયત રાખતા ખર્ચ કરતો હશે તો તે તેના માટે સદકો ગણવામાં આવે છે...

અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે બંદો પોતાના ઘરવાળાઓ પર નેકી અને સવાબની ઉમ્મીદ રાખી નિયત રાખતા ખર્ચ કરતો હશે તો તે તેના માટે સદકો ગણવામાં આવે છે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે વ્યક્તિ પોતાના ઘરવાળાઓ પર અર્થાત્ પોતાની પત્ની, માતા-પિતા અને બાળકો પર અલ્લાહની નિકટતા માટે તેમજ સવાબની નિયત રાખતા ખર્ચ કરતો હશે તો તેના માટે સદકો કરવાની નેકી લખવામાં આવશે.

Hadeeth benefits

  1. ઘરવાળાઓ પર ખર્ચ કરવાથી સવાબ અને નેકી પ્રાપ્ત થાય છે.
  2. મોમિન પોતાના કાર્યોમાં અલ્લાહની પ્રસન્નતા અને તેની પાસે સવાબ તેમજ નેકીની આશા રાખે છે.
  3. દરેક કામ દ્વારા, જેમાં ઘરવાળાઓ પર ખર્ચ કરવું પણ શામેલ છે, દિલની નિયત સારી રાખવી જોઈએ.