- અલ્લાહ તઆલા તેની ઝાત, ગુણો, કાર્યો અને આદેશોમાં સંપૂર્ણ છે.
- ફક્ત અલ્લાહ માટે નિખાલસ થઈ તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણ મુજબ અમલ કરવાનો આદેશ.
- અમલ કરવા માટે પ્રોત્સાહિત કરવાની રીત, કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: નિઃશંક અલ્લાહ તઆલાએ મોમિનો તે જ આદેશ આપ્યો છે, જે તેણે પોતાના પયગંબરોને આપ્યો છે, જ્યારે આ વાક્ય એક મોમિન જાણશે, તો તે ખરેખર અમલ કરવા માટે પ્રોત્સાહિત થશે, અને તે ખૂબ ચિંતિત પણ રહેશે.
- દુઆઓ કબૂલ ન થવાના કારણો માંથી એક કારણ હરામનો માલ ખાવો.
- દુઆ કબૂલ થવા માટેના મુખ્ય પાંચ કારણો: પહેલું: આજીજી કરતા લાંબા સફરે જવું, કારણકે સફર દુઆ કબૂલ થવાનું મુખ્ય કારણ છે, બીજું: પરેશાન સ્થિતિ, ત્રીજું: બન્ને હાથ આકાશ તરફ ઊંચા કરવા, ચોથું: સતત તકરાર સાથે રુબૂબિયતના નામો વડે દુઆ કરવી, કારણકે દુઆ કબૂલ થવાના મુખ્ય કારણો માંથી એક છે, પાંચમું: હલાલ માલ ખાવો.
- હલાલ રોજી ખાવી નેક અમલ કબૂલ થવા માટે મદદરૂપ થાય છે.
- ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: પાક એ નાપાકનું વિરોધી છે, જ્યારે અલ્લાહ તઆલા માટે પાક શબ્દનો ઉપયોગ થાય છે, તો તેનો અર્થ એ કે અલ્લાહ અત્યંત પવિત્ર અને દરેક ખામીથી પાક છે, અને જ્યારે બંદા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે, તો તેનો અર્થ એ કે તેણે ખરાબ આદતોથી, બુરા અમલથી સંપૂર્ણ રીતે બચીને રહેવું જોઈએ અને જો આ શબ્દને માલ માટે ઉપયોગ કરવામાં આવે, તો તેનો અર્થ એ કે તે માલ સંપૂર્ણ હલાલ રીતે કમાયેલો હોવો જોઈએ.