- રોઝાની મહત્ત્વતા એ કે રોઝો રોજદારને દુનિયાની મનેચ્છાઓથી બચાવે છે અને તેને આખિરતમાં જહન્નમના અઝાબથી બચાવશે.
- રોઝાના આદાબ માંથી એ કે ખરાબ વાતો અને વ્યર્થ કાર્યો છોડી દેવામાં આવે, લોકો તરફથી મળતી મુસીબતો પર સબર કરવી, તેમની તકલીફનો જવાબ સબર અને ઉપકાર વડે આપવામાં આવે.
- રોજદાર અને ઈબાદત કરનાર તેની ઈબાદત સંપૂર્ણ થવાથી ખુશી જાહેર કરે તો તેનાથી તેમના આખિરતના સવાબમાં કોઈ કમી કરવામાં નહીં આવે.
- સંપૂર્ણ ખુશી તો અલ્લાહથી મુલાકાત કરવામાં છે, જ્યારે તે પોતાના સબર કરનાર બંદાઓ અને રોજદાર બંદાઓને તેમનો સંપૂર્ણ અને અગણિત સવાબ આપશે.
- જરૂરત અને કોઈ કારણસર લોકો સામે ઈબાદતને જાહેર કરવી, તેને રિયાકારી નહીં ગણાય, જેમકે આ શબ્દો કહેવા કે (હું રોજદાર છું).
- રોજદાર તે છે, જેનો રોઝો સંપૂર્ણ થાય, તેના અંગો ગુનાહથી બચીને રહે, તેની જબાન જૂઠ અને ખરાબ વાતોથી બચીને રહે, અને પેટ ખાવાપીવાથી બચીને રહે.
- રોઝાની સ્થિતિમાં રાડો પાડવાથી, ઝઘડો કરવાથી અને બુમો પાડવાથી બચવાની તાકીદ, તે સિવાય રોજદારે અન્ય આદતોથી પણ બચવું જોઈએ.
- આ હદીષ તે હદીષો માંથી કે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, આ પ્રકારની હદીષને હદીષે કુદ્સી અથવા ઇલાહી કહેવામાં આવે છે, જેના શબ્દ અને અર્થ અલ્લાહ તરફથી હોય છે, કુરઆન જેવા લક્ષણો તેમાં નથી હોતા, જે તેને પ્રભુત્વ આપતા હોય, જેવું કે તેની તિલાવત એક ઈબાદત છે, તેના માટે પાકી જરૂરી છે, તેના વિષે પડકાર આપવામાં આવ્યો હોય, તે એક મુઅજિઝો છે, અને એ વગર પણ.