/ સંબંધ તોડવાવાળો જન્નતમાં દાખલ નહીં થાય

સંબંધ તોડવાવાળો જન્નતમાં દાખલ નહીં થાય

ઝુબૈર બિન મુતઇમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «સંબંધ તોડવાવાળો જન્નતમાં દાખલ નહીં થાય».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના સંબંધી સાથે સંબંધ તોડે છે, અથવા તેમના અધિકાર નથી આપતો તેમજ તેમને તકલીફ આપે છે તો તે જન્નતમાં દાખલ નહીં થઈ શકે.

Hadeeth benefits

  1. સગા સબંધીઓ સાથે સંબંધ તોડવા કબીરહ ગુનાહો માંથી એક ગુનોહ છે.
  2. સંબંધ સાચવવો સમાજના માહોલ પ્રમાણે હોય છે, તે જગ્યા, સમય અને લોકો પ્રમાણે બદલાઈ શકે છે.
  3. સબંધ જોડવાનો અર્થ એ કે તેમનો હાલ જાણવો, તેમના પર સદકો કરવો, તેના પર ઉપકાર કરવો, તેઓ બીમારો હોય તો ખબરગીરી કરવી, નેકીનો આદેશ આપવો, અને તેમને બુરાઈથી રોકવા, વગેરે ગુણોનો સમાવેશ થાય છે.
  4. જેટલો નજીકનો સંબંધ તોડવામાં આવે તો જાણી લો કે તે ગુનોહ પણ એટલો જ સખત હશે.