- લાંચ આપવી અથવા લેવી કે મધ્યસ્થ તરીકેથી કામ કરવું અને આ સંબંધમાં કોઈ પણ રીતે મદદ કરવી એ પણ હરામ છે; કારણ કે આ ખોટા કામમાં મદદ કરવા સમાન છે.
- લાંચ આપવી કે લેવી બંને કબીરહ ગુનાહો માંથી છે; કારણકે અલ્લાહના રસૂલ ﷺ એ લેનાર અને આપનાર બંને પર લઅનત કરી છે.
- ચુકાદા અને નિર્ણયની બાબતોમાં લાંચ લેવી એ વધુ જઘન્ય અપરાધ અને મોટું પાપ છે; કારણ કે તેમાં ગેરકાયદેસર રીતે લોકો પાસેથી પૈસા મેળવવા, અલ્લાહના નિર્ણયને બદલવા, અને અલ્લાહે જે જાહેર કર્યું છે તેના સિવાયના અન્ય બાબતોના આધારે નિર્ણય લેવાનો સમાવેશ થાય છે.