- આ હદીષમાં આપ ﷺ નો શિક્ષા આપવાનો તરીકો કે આપ કોઈ બાબતને સવાલ કરી સમજાવતા હતા.
- સહાબાઓનું આપ ﷺ સાથેનું સુંદર વર્તન કે સારા અંદાજમાં આપ ﷺને કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે.
- જેને સવાલ કરવામાં આવી રહ્યો છે, જો તે સવાલનો જવાબ ન જાણતો હોય તો તે કહે "અલ્લાહુ અઅલમ" (અલ્લાહુ વધુ જાણે છે).
- ઇસ્લામી શરીઅતે અધિકારોનો રક્ષા કરી તથા લોકો વચ્ચે ભાઈચારો જણવાઈ રહે અને એક આદર્શ સમાજ બનાવવાનું કામ કર્યું છે.
- ગિબત ખરેખર હરામ છે, કેટલીક હિકમત વાળી પરિસ્થિતિઓને છોડીને, જેમાંથી: જુલમને દૂર કરવા માટે, પીડિત વ્યક્તિને જ્યારે તેના પર જુલમ થાય અને તે પોતાનો હક મેળવી ન શકતો હોય તો તે જાલિમ માટે કહી શકે છે: મારા પર ફલાણા વ્યક્તિએ જુલમ કર્યો છે, અથવા તેણે મારી સાથે આવું કર્યું, તેમાંથી એક લગ્ન વિશે, ભાગીદારી વિશે અથવા પાડોશી વિશે કોઈ મશવરો પૂછવામાં આવે તો આમ કરવું જાઈઝ છે.