/ જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલા રહેમી (સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર) કરે...

જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલા રહેમી (સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર) કરે...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલા રહેમી (સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર) કરે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ સગા સંબંધીઓના સંબંધનો ખ્યાલ રાખવા પર પ્રોત્સાહન આપે છે, જેમકે તેમની મુલાકત લેવી તથા તેમની શારીરિક તેમજ આર્થિક મદદ કરવી, જેના કારણે રોજી અને ઉંમરમાં વધારો કરવામાં આવે છે.

Hadeeth benefits

  1. "અર્ રહમ" તે એક અરબી શબ્દ છે, તેનો અર્થમાં માતા-પિતા બંને પક્ષના સગા સંબંધીઓનો સમાવેશ થાય છે, સંબંધ જેટલો નજીક હશે તેટલો વધારે તે સારા વ્યવહારનો હકદાર બનશે.
  2. અલ્લાહ પોતાના બંદાઓને બદલો તે પ્રમાણે જ આપે છે જેવો તે અમલ કરે છે, જે વ્યક્તિ સંબંધને નેકી અને ઉપકાર સાથે જોડે તો અલ્લાહ તેની રોજી અને ઉંમરમાં બરકત કરે છે.
  3. સંબંધ જોડવા એ રોજીમાં બરકતનું કારણ છે, તેમજ ઉંમરમાં વધારોનું કારણ છે, જો તેની રોજી અને ઉંમર સીમિત હશે, તો અલ્લાહ તેની રોજી અને ઉંમરમાં બરકત આપશે, તે પોતાના જીવનમાં તે કરી શકશે, જે અન્ય લોકો નથી કરી શકતા, અને એક મંતવ્ય પ્રમાણે કહેવામાં આવ્યું કે ખરેખર ઉંમર અને રોજીમાં વધારો થાય છે. અલ્લાહ વધુ જાણે છે.