- જે ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાખ્યો છે તે ગુનાહને જાહેર કરવા અત્યંત ખરાબ કાર્ય છે.
- જાહેરમાં ગુનાહ (પાપ) કરવાથી મોમિનો વચ્ચે અશ્લીલતા ફેલાય છે.
- જે ગુનાહ (પાપ)ને અલ્લાહએ દુનિયામાં છુપાવી દીધા તેને આખિરતમાં પણ છુપાવી લેશે, અને આ અલ્લાહની પોતાના બંદાઓ પર વિશાળ કૃપાનું એક ઉદાહરણ છે.
- જે કોઈ વ્યક્તિ ગુનાહ (પાપ) માં સપડાયેલો હોય તો તેણે તેને છુપાવી લેવો જોઈએ અને તેના પર તૌબા કરવી જોઈએ.
- આ હદીષમાં તે લોકોના ગુનાહની ભયાનકતા વર્ણન કરવામાં આવી છે જેઓ ગુનાહ કરી તેને જાહેર કરે છે, અને પોતાને અલ્લાહની ભવ્ય માફીથી વંચિત રાખે છે.