- હદીષમાં માતાને ત્યારબાદ પિતા અને પછી નજીકના સંબંધીઓને ક્રમ પ્રમાણે સદ્ વ્યવહાર કરવા પર પ્રોત્સાહન આપ્યું છે અને ત્યારબાદ સંબંધીઓના દરજ્જા પ્રમાણે સિલા રહેમી કરવામાં આવશે.
- માતાપિતાનો દરજ્જો અને ખાસ કરીને માતાનો દરજ્જો.
- હદીષમાં માતા સાથે સદ વ્યવહાર કરવા પર ત્રણ વખત તાકીદ કરવામાં આવે છે; કારણકે સંતાન પર તેમની મહ્ત્વતાના કારણે, બાળકો બાબતે તકલીફો બરદાસ્ત કરતા, અને પોતાના પેટમાં 9 મહિના સુધી રાખી તે દરમિયાન આવતી તકલીફોને બરદાસ્ત કરે છે, પછી જન્મ આપતાનો સમય, દૂધ પીવડાવવાનો સમય, આ દરેક કામ માટે માતા ખાસ છે, ત્યારબાદ તરબીયત કરતા પિતા સાથ નિભાવે છે.