/ મુસલમાનની સરવાલ (પેન્ટ) અડધી પિંડલી સુધી હોવી જોઈએ જો તે અડધી પિંડલી અને ઘૂંટીની વચ્ચે સુધી રાખે તો પણ કંઈ વાંધો નથી, જે ભાગ ઘૂંટીની નીચે હશે તે ભાગ જહન્નમમાં હશે અને જે વ્યક્તિ ઘમંડ કરતા પોતાની સલવાર ઘૂંટીની નીચે રાખી ચાલતો હશે તો અલ્લાહ ત...

મુસલમાનની સરવાલ (પેન્ટ) અડધી પિંડલી સુધી હોવી જોઈએ જો તે અડધી પિંડલી અને ઘૂંટીની વચ્ચે સુધી રાખે તો પણ કંઈ વાંધો નથી, જે ભાગ ઘૂંટીની નીચે હશે તે ભાગ જહન્નમમાં હશે અને જે વ્યક્તિ ઘમંડ કરતા પોતાની સલવાર ઘૂંટીની નીચે રાખી ચાલતો હશે તો અલ્લાહ ત...

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુસલમાનની સરવાલ (પેન્ટ) અડધી પિંડલી સુધી હોવી જોઈએ જો તે અડધી પિંડલી અને ઘૂંટીની વચ્ચે સુધી રાખે તો પણ કંઈ વાંધો નથી, જે ભાગ ઘૂંટીની નીચે હશે તે ભાગ જહન્નમમાં હશે અને જે વ્યક્તિ ઘમંડ કરતા પોતાની સલવાર ઘૂંટીની નીચે રાખી ચાલતો હશે તો અલ્લાહ તેની તરફ જોશે પણ નહીં».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દરેક મુસલમાન વ્યક્તિની સલવાર અથવા તે દરેક વસ્તુ જે તેના પેટનો નીચેની ભાગ છુપાવતી હોય, તેની ત્રણ સ્થિતિ છે: પહેલી: અડધી પિંડલી સુધી સલવાર હોવી મુસ્તહબ (યોગ્ય) છે. બીજી: જે કોઈ અવરોધ વગર જાઈઝ છે, અને એ કે કપડું ઘૂંટી સુધી હોય; તે બન્ને હાડકાં જે ઘૂંટી અને પિંડલી પર સાથે સ્પષ્ટ દેખાય છે. ત્રીજી: હરામ એ કે ઘૂંટીથી નીચે લટકાવીને રાખવું, તેનાથી ડરવું જોઈએ કારણકે તે ભાગ આગમાં હશે, અને જો ઘૂંટી નીચે કપડું ઘમંડ કરતા, ઇતરાવીને તેમજ વિદ્રોહ કરતા પહેરવામાં આવશે તો અલ્લાહ તેમના તરફ નહીં જુએ.

Hadeeth benefits

  1. આ બાબતે ખાસ પુરુષોને ચેતવણી આપવામાં આવી છે, સ્ત્રીઓ માટે આ આદેશ નથી; કારણકે સ્ત્રીઓ માટે સંપૂર્ણ શરીર છુપાવવું જરૂરી છે.
  2. તે દરેક કપડું જે પુરુષોના નીચેના ભાગને છુપાવતું હોય, તેને ઇઝાર કહે છે; સરવાલ, પેન્ટ વગેરે, હદીષના આદેશમાં તે દરેક કપડાનો સમાવેશ થાય છે.