/ મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને (સ્ત્રી પર) અચાનક પડવાવાળી નજર વિશે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને તરત જ નજર ફેરવી લેવાનો આદેશ આપ્યો...

મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને (સ્ત્રી પર) અચાનક પડવાવાળી નજર વિશે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને તરત જ નજર ફેરવી લેવાનો આદેશ આપ્યો...

જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને (સ્ત્રી પર) અચાનક પડવાવાળી નજર વિશે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને તરત જ નજર ફેરવી લેવાનો આદેશ આપ્યો.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અજાણી સ્ત્રી પર અચાનક કોઈ કારણ વગર નજર પડી જાય તે વિશે સવાલ કર્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો કે તરત જ ચહેરો બીજી બાજુ કરી દેવામાં આવે, અને તરત જ નજર હટાવી લેવામાં આવે, જો તે આવું કરશે તો તેના પર કોઈ ગુનો નથી.

Hadeeth benefits

  1. નજર નીચી રાખવા પ્રત્યે પ્રોત્સાહન.
  2. જો અચાનક કોઈ ઈરાદા વગર જે વસ્તુને જોવું હરામ છે અર્થાત્ અજાણી સ્ત્રી, તો તેની તરફ સતત નજર રાખવા પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે.
  3. સહાબાઓ સ્ત્રીઓ સામે જોવાથી સંપૂર્ણ રીતે બચતા હતા, જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુની આ હદીષ અને તેમનો સવાલ સાબિત કરે છે કે જો કોઈ ઈરાદા વગર નજર પડી જાય, તો તેનો આદેશ શું છે?
  4. શરીઅત પોતાના બંદાઓના ફાયદાનું ખૂબ જ ધ્યાન રાખે છે, માટે તે નજરથી સંપૂર્ણ રીતે બચવાનો આદેશ આપ્યો જેના કારણે બંદાને દુનિયા અને આખિરતમાં નુકસાન થતું હોય.
  5. જેના વિશે શંકા હોય તે બાબતે સહાબા તરત જ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કરી લેતા હતા, માટે એક સામાન્ય વ્યક્તિએ પોતાના શંકાસ્પદ સવાલો બાબતે આલિમોને સવાલ કરી જાણી લેવું જોઈએ.