- અજાણી સ્ત્રી સાથે ભેગા રહેવું, તેમજ એકાંતમાં રહેવાથી રોક્યા છે, જે અશ્લીલતાના દરેક માર્ગો પર પતિબંધ લગાવે છે.
- સામાન્ય રીતે અજાણી વ્યક્તિમાં પતિના ભાઈ અને તેના સંબંધીઓ પણ શામેલ છે, જેઓ સ્ત્રી સાથે લગ્ન કરી શકતા હોય, તે દરેક લોકો, અને એવી દરેક જગ્યા જે એકાંત તરફ લઈ જતી હોય.
- ગુનાહ તરફ લઈ જતા સામાન્ય માર્ગથી પણ સચેત રહેવું જોઈએ.
- ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: ભાષાકીય આલિમો સૌ એકમત છે કે "અલ્ અહમાઅ" શબ્દમાં પતિના સગા સંબંધીઓ, જેમકે: તેના પિતા, તેના કાકા, તેનો ભાઈ, તેનો ભત્રીજો, તેનો ભાણિયો વગેરે, "અલ્ ઉખતાન" શબ્દમાં પત્નીના સબંધીઓ, અને બન્ને સાસરી પક્ષ મુરાદ છે.
- (દેવર)ને મૃત્યુ વડે સરખામણી કરી, ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: અરબના લોકો મૃત્યુ સાથે સરખામણી કરવાને નાપસંદ કરતા હતા, સરખામણી કરવાનું કારણ એ કે જો આ ગુનોહ થઈ જશે, તો દીન સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે, મૃત્યુ એટલા માટે પણ જો આ ગુનોહ થઈ જાય, તો પછી તેને રજમ કરવું અર્થાત્ પથ્થર મારી નષ્ટ કરવું જરૂરી થઈ જશે, જો આ ગુનોહ થશે તો પત્નીની તલાક થઈ જશે.