- કુરબાની કરવી જાઈઝ છે, જેના પર મુસલમાનોનો ઇજમાઅ (એકમત) છે.
- જે પ્રમાણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કુરબાની કરી તે પ્રમાણે કુરબાની કરવી શ્રેષ્ઠ છે, તેની સુંદરતા, તેની ચરબી અને માસ સારું હોવાના કારણે.
- ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મુસ્તહબ એ છે કે કુરબાની પોતાના હાથ વડે કરવામાં આવે, અને કોઈ કારણ વગર અન્યને નાયબ બનાવવામાં ન આવે, અને ઝબેહ કરતી વખતે તેને જોવું પણ મુસતહબ છે, અને જો કોઈ મુસલમાનને નાયબ બનાવવામાં આવે તો કોઈ વિરોધ વગર એવું કરવું પણ જાઈઝ છે.
- ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: બિસ્મિલ્લાહ સાથે અલ્લાહુ અકબર પઢવું મુસ્તહબ છે, જાનવરને જમણી બાજુ ગરદન પર પોતાનો પગ મુકવો પણ મુસ્તહબ છે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે જાનવરને ડાબી બાજુ સૂવાડી દેવામાં આવે તો જાનવરની જમણી બાજુ પગ મુકવામાં સરળતા રહેશે, અને એ પણ કે ચાકુ પણ જમણી બાજુથી પકડવામાં સરળતા રહેશે અને પોતાના હાથ વડે તેનું માથું ડાબી બાજુથી પકડવામાં પણ સરળતા રહેશે.
- સિંગડા વાળું જાનવર ઝબેહ કરી શકાય છે, તે વગર પણ અન્ય જાનવર ઝબેહ કરી શકીએ છીએ.