- ઇમાનમાં એક મીઠાશ છે, જેનો સ્વાદ દિલ ચાખે છે, જેવી રીતે ખાવા-પીવાનો સ્વાદ મોઢામાં આવતો હોય છે.
- તંદુરસ્તીની સ્થિતિમાં જ શરીર ખાવાપીવાનો સ્વાદ ચાખે છે, એવી જ રીતે દિલ પણ ઇમાનનો સ્વાદ ત્યારે જ ચાખે છે, જ્યારે દિલ મનેચ્છા, અવૈદ્ય કાર્યો અને વ્યર્થ કાર્યોથી પાક હોય, ત્યારે જ દિલ ઇમાનનો સ્વાદ ચાખશે, અને જ્યારે તે બીમાર પડે છે, તો તે ઇમાનનો સ્વાદ નથી ચાખી શકે, પરંતુ તે મનેચ્છા અને ગુનાહોને યોગ્ય સમજે છે, જે તેને નષ્ટ કરી દે છે.
- જો કોઈ વ્યક્તિ કંઈક વસ્તુથી સંતુષ્ટ પામે તો તેના માટે તેના આદેશોનું અનુસરણ કરવું સરળ બની જાય છે, તેમાંથી કોઈ વસ્તુ તેના માટે કઠિન નથી હોતી, અને તેનું દિલ એક પ્રકારની શાંતિ અનુભવે છે, એવી જ રીતે જ્યારે મોમિનના દિલમાં ઇમાન દાખલ થઈ જાય, તો તેના માટે પોતાના પાલનહારનું અનુસરણ કરવું સરળ બની જાય છે, અને તેનું હૃદય ઈમાનનો સ્વાદ અનુભવે છે, અને તેને તેનાથી તકલીફ થતી નથી.
- ઈમામ ઈબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ પવિત્ર અલ્લાહના પાલનહાર હોવા પર અને ઇલાહ હોવા પર ખુશ થવું, મુહમ્મદના રસૂલ હોવા અને તેમનું અનુસરણ કરવા પર ખુશ થવું અને ઇસ્લામને દીન તરીકે સ્વીકાર કરી ખુશ અને તેનું અનુસરણ કરવા પર શામેલ છે.