- મુસલમાનની દુઆ કબૂલ કરવામાં આવે છે, તેને રદ કરવામાં નથી આવતી, પરંતુ તેના માટે કેટલીક શરતો અને આદાબ છે; એટલા માટે બંદાએ વધુમાં વધુ દુઆ કરવી જોઈએ અને તેને કબૂલ થવા માટે ઉતાવળ ન કરવી જોઈએ.
- દુઆ ફક્ત માંગવામાં આવેલ વસ્તુ સુધી જ પૂરતી નથી; પરંતુ તેને દુઆ કરવા પર તેનો કફફારો થઈ જશે અથવા તો તેને આખિરત માટે સંગ્રહ કરી લેવામાં આવે છે.
- ઈમામ ઈબ્ને બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: દુઆ માંગવા પર અડગ રહેવું, અલ્લાહ માટે સારું અનુમાન રાખવું, દુઆ કબૂલ થવા માટે સૌથી મોટો સ્ત્રોત છે, એટલા માટે એક વ્યક્તિએ દુઆ કરવા પર હમેંશા અડગ રહેવું જોઈએ, અને અલ્લાહથી સારું અનુમાન રાખવું જોઈએ, અને તે જાણી લે તે સંપૂર્ણ હિકમત વાળો અને બધું જ જાણવવાળો છે, તે તેની હિકમત પ્રમાણે દુઆ કબૂલ કરવામાં ઉતાવળ કરશે, અથવા તેની હિકમત પ્રમાણે તેને કબૂલ કરવામાં વિલંબ કરશે, અને માંગનાર કરતા વધુ શ્રેષ્ઠ આપી શકે છે.