- કોઈ વ્યક્તિને અલ્લાહ માટે કરવામાં આવતી મોહબ્બતની જાણ કરવી જાઈઝ છે.
- દરેક ફર્ઝ અને નફીલ નમાઝ પછી આ દુઆ પઢવી મુસ્તહબ છે.
- આ થોડાક શબ્દો વડે કરવામાં આવતી દુઆ વડે દુનિયા અને આખિરતની પ્રાપ્તિ પૂર્ણ થાય છે.
- અલ્લાહ માટે મોહબ્બત કરવાના ફાયદા માંથી, લોકોને સાચી વસિયત કરવી, તેમની ઇસ્લાહ કરવી અને લોકોને નેકી અને ભલાઈના કાર્યોમાં મદદ કરવી.
- ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહનો ઝિક્ર સઆદતની શરૂઆત છે, અને તેનો શુકર કરવો નેઅમતોની પ્રાપ્તિ માટેનો સ્ત્રોત, અને તેની સારી રીતે ઈબાદત કરવા માટે જરૂરી છે કે તે એવી આદતોથી દૂર રહે, જે તેને પોતાના પાલનહારથી ગફલતમાં નાખી દેતી હોય.