અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાર અને સાંજ હમેંશા આ દુઆ પઢતા જોયા છે, ક્યારેય આ દુઆ પઢવાનું નહતા છોડતા.«"અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ દુનિયાય વઅહ્લી વ માલી, અલ્લાહુમ્મસ્ તુર અવરતી -અથવા: અવરાતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", હે અલ્લાહ ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! મારા દીન, મારી દુનિયા, મારા ઘરવાળાઓ અને મારા માલ પ્રત્યે માફી અને આફીયતનો સવાલ કરું છું, હે અલ્લાહ ! તું મારી પરદા વાળી જગ્યા પર પરદો કરી દે, અથવા ગુનાહ ઢાંકી દે, અને મારા ભયને તું શાંતિમાં બદલી દે, હે અલ્લાહ ! તું મારી સુરક્ષા કર, મારી સામેથી, મારી પાછળથી, મારી જમણી બાજુથી, મારી ડાબી બાજુથી, મારી ઉપરથી, અને એ વાતથી હું તારી ભવ્ય મહાનતાના શરણમાં આવું છું કે હું નીચેથી બરબાદ થઈ જઉં».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે