- આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ છીંકવાનો તરીકો વર્ણન કર્યો છે, અને તેમ તેમનું અનુસરણ કરવું જોઈએ.
- છીંકતી વખતે પોતાના મોઢા પર અને નાક પર હાથ કે કપડું કે તેના જેવી કોઈ વસ્તુ મૂકવી જાઈઝ છે, જેથી છીંક આવતી વખતે તેમાંથી કોઈ વસ્તુ નીકળે તો બાજુમાં બેઠેલા વ્યક્તિને કોઈ તકલીફ ન પહોંચે.
- છીંકવાવાળા વ્યક્તિએ અવાજ ધીમો રાખવી જોઈએ, અને તે સારા અદબ અને સારા અખ્લાક (શિષ્ટાચાર) માંથી છે.