- અવરોધો આવતા પહેલા પોતાના દીન પર અડગ રહેવું અને સત્કાર્યો તરફ આગળ વધવું જરૂરી છે.
- આ હદીષમાં તે વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે અંતિમ સમયે એક પછી એક ફિતના આવશે, એવી રીતે આવશે કે એક ફિતનો ખતમ થશે તો બીજી આવી પહોંચશે.
- જો કોઈ માનવીનો દીન કમજોર હોય અને તે દુનિયાના સામાન્ય કાર્યોના બદલામાં, જેમકે માલ વગેરેના કારણે દીનને છોડી દે, તો તે દીનથી ફરી જવું અને ફિતનામાં સપડાઈ જવાનું કારણ હશે.
- આ હદીષમાં તે વાતની દલીલ મળે છે કે સત્કાર્યો ફિતનાથી બચવાનું કારણ છે.
- ફિતના બે પ્રકારના હોય છે: શંકાઓના ફિતના જેનો ઈલાજ ઇલ્મ છે, અને મનેચ્છાઓના ફિતના જેનો ઈલાજ ઈમાન અને સબર (ધીરજ) છે.
- આ હદીષમાં જણાવવામાં આવ્યું કે જે ઓછા અમલ કરશે, તે ફિતનામાં જલ્દી સપડાઈ જશે, અને જે ખૂબ સારા કાર્યો કરે છે તે પણ એ ભ્રમમાં ન રહે કે તે સત્કાર્યોના કારણે બચી જશે પરંતુ તે ખૂબ જ સત્કાર્યો કરતો રહે.