/ મોમિનની સ્થિતિ પણ કેટલી વિચિત્ર હોય છે, ખરેખર તેના દરેક કાર્યમાં ભલાઈ હોય છે, જ્યારે કે આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે...

મોમિનની સ્થિતિ પણ કેટલી વિચિત્ર હોય છે, ખરેખર તેના દરેક કાર્યમાં ભલાઈ હોય છે, જ્યારે કે આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે...

શુહૈબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «મોમિનની સ્થિતિ પણ કેટલી વિચિત્ર હોય છે, ખરેખર તેના દરેક કાર્યમાં ભલાઈ હોય છે, જ્યારે કે આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે, જ્યારે તેને કોઈ ખુશી પહોંચે છે, તો તે તેના પર અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, તો તે તેના માટે શ્રેષ્ઠ છે, અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે, તો તે તેના પર સબર કરે છે અને તે પણ તેના માટે શ્રેષ્ઠ છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એક મોમિનના હાલ અને સ્થિતિ પર આશ્ચર્ય વ્યક્ત કરે છે; કારણકે તેની દરેક સ્થિતિમાં ભલાઈ હોય છે, અને આ સ્થિતિ મોમિન સિવાય અન્ય કોઇની પણ નથી હોતી; કારણકે જો મોમિનને કોઈ ભલાઈ પહોંચે છે, તો તે તેના પર અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, તેને આભાર વ્યક્ત કરવા પર સવાબ મળે છે, અને જો તેને કોઈ તકલીફ પહોંચે, અને તેના પર તે સબર કરી, અલ્લાહ પાસે સવાબની આશા રાખે, તો અલ્લાહ તેને સબર કરવા પર તેને સવાબ આપે છે, એવી જ રીતે તેની દરેક સ્થિતિમાં અલ્લાહ તરફથી અજર અને સવાબ મળતો રહે છે.

Hadeeth benefits

  1. ખુશીઓ મળવા પર આભાર વ્યક્ત કરવાની અને તકલીફ પર સબર કરવાની મહત્ત્વતા, બસ જે વ્યક્તિ આ બંને કામ કરી લીધા તેને બંને જગતમાં ભલાઈઓ પ્રાપ્ત થશે, તે વિરુદ્ધ જે નેઅમતો મળવા પર અને આભાર વ્યક્ત ન કરે અને તકલીફ આવવા પર સબર ન કરે, તો તેને અજર અને સવાબ નહીં મળે, અને તે ગુનાહનો હકદાર બનશે.
  2. ઈમાનની મહત્ત્વતા કે ઈમાનના કારણે એક મોમિનને દરેક સ્થિતિમાં અજર અને સવાબ મળતો રહે છે, અને આ સ્થિતિ ફક્ત ઈમાનવાળા માટે જ હોય છે.
  3. ખુશી પર આભાર વ્યકત કરવો અને તકલીફ પર સબર કરવી એક મોમિનની ખૂબીઓ માંથી છે.
  4. અલ્લાહના નિર્ણયો અને તેણે નક્કી કરેલ ભાગ્ય પર ઈમાન, એક મોમિનને દરેક સ્થિતિમાં સંતુષ્ટ રાખે છે, તે વિરુદ્ધ એક કાફિર જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે, તો તે સતત ગુસ્સામાં રહે છે, અને જો તેના અલ્લાહ તરફથી કોઈ નેઅમત મળે છે, તો તે અલ્લાહથી ગાફેલ થઈ જાય છે, અને અલ્લાહનું અનુસરણ નથી કરતો, અને તે સતત અલ્લાહની અવજ્ઞા કરતો રહે છે.