/ આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો, ખુશખબર આપો, નફરત ન ફેલાવો

આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો, ખુશખબર આપો, નફરત ન ફેલાવો

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો, ખુશખબર આપો, નફરત ન ફેલાવો».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ આદેશ આપ્યો છે કે લોકો માટે દરેક દીન અથવા દુનિયાના કાર્યોમાં સરળતા, આસાનીનો માર્ગ અપનાવો અને સખતીનો માર્ગ ન અપનાવો, અને આ આદેશ અલ્લાહએ હલાલ કરેલી વસ્તુઓમાં અને શરીઅત હદમાં હોવો જોઈએ. નબી ﷺ તાકીદ કરી રહ્યા છે કે લોકોને ખુશખબર આપનાર બનો અને નફરત ફેલાવનાર ન બનો.

Hadeeth benefits

  1. એક મોમિન માટે જરૂરી છે કે તે લોકોને અલ્લાહ સાથે મોહબ્બત કરનાર બનાવે, અને તેમને ભલાઈના કામો તરફ પ્રોત્સાહિત કરે.
  2. દાઈ (ઇસ્લામનો પ્રચાર કરનાર) માટે જરૂરી છે કે તે ઇસ્લામનો પ્રચાર કરવામાં હિકમતનો માર્ગ અપનાવે.
  3. ખુશખબર ફેલાવવાથી ઇસ્લામનો પ્રચાર કરનારના દિલમાં શાંતિ અને રાહત તેમજ જે લોકોને તે દઅવત આપી રહ્યો છે, તેમનામાં પણ ખુશી અને શાંતિ ઉતપન્ન થાય છે.
  4. પ્રચારક દ્વારા કરવામાં આવતી સખતી અથવા તેની વાતોની કઠિનતા લોકોમાં નફરત, શંકા અને પાછા ફરી જવા જેવી બાબતો ઉત્પન્ન થાય છે.
  5. બંદા માટે અલ્લાહની વિશાળ રહેમત, જેણે તેમના માટે ભાઈચારા પર આધારિત દીન અને સરળ શરીઅત બનાવી.
  6. સહુલતનો આદેશ પણ તે જ છે, જે શરીઅત લઈને આવી હોય.