- શરીઅતે ઇસ્લામીના કાનૂનની સરળતા, તેમજ અતિરેક અને ગફલતની વચ્ચે મધ્યમ માર્ગ અપનાવવાની તાકીદ.
- બંદા પર પોતાની શક્તિ પ્રમાણે અમલ કરવો જરૂરી છે, આળસ તેમજ અતિરેક કર્યા વગર.
- બંદાએ ઈબાદત કરવા માટે ચપળતાનો સમય નક્કી કરવો જોઈએ, ખાસ કરીને તે ત્રણ સમય જે હદીષમાં વર્ણન કરવામાં આવ્યા, જેમાં શરીર ઈબાદત માટે સૌથી સક્રિય હોય છે.
- ઈમામ ઈબ્ને હજર અસ્કલાની રહિમહુલ્લાહે કહ્યું: એવું લાગે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસાફરને તેના હેતુ તરફ સંબોધિત કરી રહ્યા છે, કે આ ત્રણ સમય મુસાફર માટે સૌથી શ્રેષ્ઠ સમય છે, તેથી તેને આ ત્રણ સમય વિશે ચેતવણી આપી; કારણકે જો મુસાફર આખી રાત અને દિવસ મુસાફરી કરશે, તો તે અસમર્થ અને વિક્ષેપિત થઈ જશે, અને જો તે આ ઉત્સાહપૂર્ણ સમયમાં ચાલવાનો પ્રયત્ન કરશે, તો તે મુશ્કેલી વિના આગળ વધી શકશે.
- ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે કે શરીઅત તરફથી મળતી છુટને અપનાવવી જોઈએ, જે વ્યક્તિ છૂટની જગ્યા પર અતિરેક કરે છે, તો તે શરીઅત વિરુદ્ધ ગણવામાં આવશે, જેવી રીતે કે એક વ્યક્તિ પાણીના ઉપયોગ કરવા પર સક્ષમ નથી અને તેના ઉપયોગથી તેને નુકસાન પહોંચી શકે છે, આવી પરિસ્થિતિમાં તે તયમ્મુમ કરી શકે છે પરંતુ તે કરતો નથી.
- ઈમામ ઈબ્ને મુનીર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની પયગંબરીની નિશાનીઓ માંથી એક નિશાની છે, અમે જોયું છે અને અમારા કરતા પહેલાના લોકોએ પણ જોયું, કે જે વ્યક્તિ દીનમાં અતિરેક કરે છે, તો તે નષ્ટ થઈ જાય છે, શરીઅતનો હેતુ ઈબાદતમાં શ્રેષ્ઠ તરીકો અપનાવવાની વિરુદ્ધ નથી, કારણકે સૌથી શ્રેષ્ઠ ઈબાદત તો પ્રશંસનીય છે, પરંતુ તે અતિરેક કરવા પર રોક લગાવી છે, જે કંટાળાનું કારણ બને છે, અથવા ફર્ઝ ને છોડવા પર ઉભારે છે, જેવું કે એક વ્યક્તિએ આખી રાત નમાઝ પઢી અને ફજરની નમાઝ જમાઅત સાથે પઢવાના બદલે સૂઈ રહ્યો, અથવા સૂર્ય નીકળી ગયો ત્યાં સુધી ફજરનો સમય પણ નીકળી ગયો.