આ કુરઆનની હિફાજત (દેખરેખ) કરો, કસમ છે, તે હસ્તીની, જેના હાથમાં મુહમ્મદની જાન છે, આ કુરઆન લોકોના દિલો માંથી નીકળવા બાબતે તે ઊંટ કરતાં પણ વધુ જડપી છે જેણે દોરડા વડે બાંધી દેવામાં આવ્યું હોય...
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આ કુરઆનની હિફાજત (દેખરેખ) કરો, કસમ છે, તે હસ્તીની, જેના હાથમાં મુહમ્મદની જાન છે, આ કુરઆન લોકોના દિલો માંથી નીકળવા બાબતે તે ઊંટ કરતાં પણ વધુ જડપી છે જેણે દોરડા વડે બાંધી દેવામાં આવ્યું હોય».
મુત્તફકુન્ અલયહિ
સમજુતી
નબી ﷺ જણાવી રહ્યા કે કુરઆનની હિફાજત તેને પાબંદી સાથે તિલાવત કરીને કરો જેથી જો તમે યાદ કર્યું હોય તો તે તમારા હૃદય માંથી નીકળી ન જાય અને ભૂલી ન જવાય, કારણકે નબી ﷺ એ કસમ ખાઈ તાકીદ કરી કે કુરઆન દિલો માંથી એવી રીતે જતું રહેશે જેવું કે એક બાંધેલુ ઊંટ દોરી તોડીને ભાગતું હોય છે, અર્થાત્ તે દોરી જે તેના આગળના બન્ને પગની વચ્ચે બાંધવામાં આવે છે, જો માનવી તેની દેખરેખ કરે તો તે બાંધેલું જ રહે છે અને જો તે તેને છોડી દે તો ઊંટ જતું રહે અને ગાયબ થઈ જાય.
Hadeeth benefits
કુરઆનના હાફિઝ જો પાબંદી સાથે એક પછી એક સતત વાર દોર કરતો રહેશે તો કુરઆન તેના દિલમાં સુરક્ષિત રહેશે, અને જો તે આમ નહીં કરે તો કુરઆન જતું રહેશે અને ભૂલી જશે.
કુરઆનની હિફાજત કરવાના ફાયદા: સવાબ અને બદલો મળે છે, તેમજ કયામતના દિવસે દરજ્જામાં વધારો થાય છે.
Share
Use the QR code to easily share the message of Islam with others