/ તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કરવા માટે શીખો

તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કરવા માટે શીખો

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કરવા માટે શીખો, અને દીનના ઇલ્મને મજલિસો (સભાઓ) માં પદ માટે શણગારનું માધ્યમ ન બનાવો, જેણે આવું કર્યું તો તેના માટે જહન્નમ છે, જહન્નમ છે».
આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺ એ ઇલ્મને એકબીજા પર મોટાઈ અને આલિમો સામે બડાઈ કરવા માટે શીખવાથી સખ્તી સાથે રોક્યા છે, અને એ દેખાડો કરવો કે હું આલિમોની માફક જ છું, અથવા ખુતબા આપવા અથવા મૂર્ખ તેમજ મંદબુદ્ધિ લોકો સાથે તકરાર કરવા અથવા મજલિસોમાં પદ તેમજ બડાઈ મારવા અને બીજા સમક્ષ સ્પષ્ટ દેખાડો કરવા માટે ન શીખો. જો તમે આ માટે ઇલ્મ શીખશો અને આવું કરશો તો તમારા માટે અલ્લાહ માટે ઇલ્મ ન શીખવા અને ઇખલાસની કમી તેમજ દેખાડો કરવા માટે ઇલ્મ પ્રાપ્ત કરવા પર જહન્નમ વાજિબ થઈ જશે.

Hadeeth benefits

  1. તે દરેક વ્યક્તિ માટે જહન્નમની ચેતવણી જેઓ ઇલ્મને એકબીજા પર મોટાઈ દેખાડવા શીખે છે, અથવા ઝઘડો અને તકરાર કરવા અથવા મજલિસોના શણગાર બનવા અને આવા હેતુઓ માટે શીખતો હોય.
  2. ઇલ્મ શીખવા અને શીખવાડવા માટે નિયતમાં ઇખલાસની મહત્ત્વતા.
  3. નિયત દરેક અમલનું મૂળ છે અને તેના પ્રમાણે જ બદલો આપવામાં આવે છે.