- દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડતી બાબતો જાણવા પ્રત્યે આ હદીષમાં સહાબાઓનો ઉત્સાહ જોવા મળે છે.
- સલામ કરવું અને લોકોને ખવડાવવું ઇસ્લામના મહત્વપૂર્ણ કાર્યો માંથી છે; તેની મહત્ત્વતા એટલા માટે કે દરેક સમયે તેની જરૂર લોકોને પડે છે.
- આ બંને ગુણોમાં વાત અને કાર્ય વડે સારો વ્યવહાર કરવાનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણ એહસાન (સદ્ વ્યવહાર) છે.
- આ બન્ને ગુણો મુસલમાનોના અંદરો અંદર વ્યવહારને દર્શાવે છે, અને તે સિવાય આ પ્રમાણેના ગુણો બંદાના પોતાના પાલનહાર સાથેનો વ્યવહાર પણ દર્શાવે છે.
- સલામની શરૂઆત ફક્ત મુસલમાનો વચ્ચે જ કરવામાં આવશે, કોઈ પણ કાફિરને પહેલા સલામ કહેવામાં નહીં આવે.