- ઇમાનમાં લોકો વિભિન્ન હોય છે.
- અમલ કરવામાં શક્તિ હોવી સારી વાત છે, કારણકે તેના દ્વારા જે ફાયદો પહોંચે છે તે ફાયદો નબળાઈ દ્વારા નથી પહોંચતો.
- માનવીને જે વસ્તુ ફાયદો પહોંચાડે તેના માટે ઉત્સુક રહેવું જોઈએ અને જે ફાયદો ન પહોંચાડે તેને છોડી દેવું જોઈએ.
- મોમિન માટે જરૂરી છે કે તે દરેક કામમાં અલ્લાહ પાસે મદદ માંગે, અને પોતાના પર ભરોસો ન કરે.
- કઝા (નિર્ણય) અને તકદીર પર અડગ રહેવું જોઈએ, અને એ કે આ બંને ભલાઈના કામો કરવા અને તેના સ્ત્રોત અપનાવવાથી રોકતા નથી.
- જ્યારે કોઈ મુસીબત આવી જાય તો «કાશ» જેવા શબ્દો બોલવા પર રોક કારણકે આ પ્રમાણે ના શબ્દો અલ્લાહની તકદીર અને નિર્ણય પર વાર કરે છે.