- દરેક સર્જન માટે દયા જરૂરી છે, અહીંયા લોકોનું વર્ણન તેમના તરફ ખાસ ધ્યાન આપવા માટે કરવામાં આવ્યું છે.
- અલ્લાહ અત્યંત દયાળુ છે, અને પોતાના દયાળુ બંદા પર રહેમ કરે છે, આ હકીકતમાં બંદને તેના અમલ પ્રમાણે બદલો આપવાનું એક ઉદાહરણ છે, જે પ્રમાણે તેનો અમલ હોય.
- લોકો પર દયા કરવી અર્થાત્ તેમને ભલાઈ પહોંચાડવામાં આવે, તેમની પાસેથી દુષ્ટતા દૂર કરવી અને તેમની સાથે માયાળુ વર્તન કરવું શામેલ છે.