- સંપૂણ ઇસ્લામ તે છે કે બીજાને ઇજા પહોંચાડવામાં ન આવે, ભલે તે વાસ્તવિક રીતે તકલીફ હોય કે ભૌતિક હોય.
- આ હદીષમાં જબાન અને હાથને એટલા માટે ખાસ કરવામાં આવ્યું કે તેના દ્વારા જ દરેક પ્રકારની બુરાઈઓ અને ગુનાહો ઉત્તપન્ન થતાં હોય છે.
- આ હદીષમાં ગુનાહો છોડવા અને અલ્લાહએ આપેલ આદેશોનું પાલન કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
- સૌથી શ્રેષ્ઠ મુસલમાન તે છે, જે અલ્લાહના અધિકારો પુરા પાડે અને બંદાઓના અધિકારો પણ પૂરા પાડે.
- હુમલો જબાન વડે પણ હોય શકે છે અને હાથ વડે પણ હોય શકે છે.
- સંપૂર્ણ હિજરત તે છે કે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દેવામાં આવે.