/ એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો...

એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો...

અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એક મુસલમાનના બીજા મુસલમાન પર લાગુ થતાં પાંચ હકો વિષે જણાવ્યું, પહેલો હક: સલામ કરવાવાળાને સલામનો જવાબ આપવામાં આવે. બીજો હક: બીમાર વ્યક્તિની ખબરગીરી કરવા માટે જવું. ત્રીજો હક: મૃતક વ્યક્તિ સાથે તેના ઘરથી લઈ મસ્જિદ સુધી અને મસ્જિદ થી લઈ કબ્રસ્તાન સુધી જઈ દફનવિધી સુધી સાથે રહેવું. ચોથો હક: દાવત સ્વીકારવી, જયારે તે પોતાના વલીમા અને આવી જ રીતે અન્ય પ્રસંગમાં દાવત આપે. પાંચમો હક: છીંકનો જવાબ આપવો અર્થાત્ જ્યારે કોઈ વ્યક્તિને છીંક આવે અને તે "અલ્ હમ્દુ લિલ્લાહ" કહે તો તેના જવાબમાં "યરહમુકલ્લાહ" કહેવું, જેના જવાબમાં છીંકવાવાળો વ્યક્તિ "યહદીકુમુલ્લાહ વ યુસલિહ બાલકુમ" કહેશે.

Hadeeth benefits

  1. આ હદીષમાં ઇસ્લામની મહત્વતા જાણવા મળે છે કે તેણે મુસલમાનોના એક બીજા પ્રત્યે જે હકો છે તેની પુષ્ટિ કરી, અને તેમની વચ્ચે ભાઈચારો અને મોહબ્બત પેદા કરવા માટે હકો લાગુ કર્યા.