/ કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન...

કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન જણાવું કે જો તમે તેને અપનાવી લો, તો એક બીજા સાથે મુહબ્બત કરવા લાગશો? અંદરો અંદર સલામને ખૂબ ફેલાવો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે મોમિનો સિવાય અન્ય કોઈ વ્યક્તિ જન્નતમાં દાખલ નહીં થાય, અને ત્યાં સુધી ઈમાન સંપૂર્ણ નહીં ગણાય, અને ત્યાં સુધી સમાજમાં સુધારો નહીં આવે જ્યાં સુધી દરેકે દરેક એકબીજા સાથે મોહબ્બત ન કરે. ફરી નબી ﷺ એ મહત્વપૂર્ણ કાર્યનું વર્ણન કર્યું જેના વડે મોહબ્બત ઉત્પન્ન થઈ શકે છે, અને તે મુસલમાનો વચ્ચે સલામ ફેલાવવું છે, જેને અલ્લાહ તઆલાએ બંદાઓ માટે ભેટ બનાવી છે.

Hadeeth benefits

  1. ઈમાન વગર કોઈ પણ વસ્તુ જન્નતમાં દાખલ નહીં થવા દે.
  2. ઈમાનની સંપૂર્ણતા એ છે મુસલમાન પોતાના ભાઈ માટે તે જ પસંદ કરે જે તે પોતાના માટે પસંદ કરે છે.
  3. લોકો વચ્ચે મોહબ્બત અને શાંતિ ઉત્પન્ન કરવા માટે સલામ ફેલાવવું જાઈઝ કરવામાં આવ્યું છે.
  4. સલામ ફક્ત મુસલમાનોને જ કહવામાં આવશે; કારણકે નબી ﷺ એ કહ્યું: "તમારી અંદરો અંદર".
  5. સલામ દ્વારા દૂરી, નફરત અને દુશ્મની દૂર થઈ જાય છે.
  6. મુસલમાનો વચ્ચે મોહબ્બત ફેલાવવાની મહત્ત્વતા, અને તે ઈમાનના સંપૂર્ણ હોવાની દલીલ છે.
  7. બીજી હદીષમાં સલામ માટેનો સંપૂર્ણ શબ્દ વર્ણન કરવામાં આવ્યો છે: "અસ્ સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ" અને "અસ્ સલામુ અલૈકુમ" કહેવું પણ પૂરતું થઈ જશે.