- માનવ હાડકાંની રચના અને તેની સલામતી એ આપણા પર કરેલ અલ્લાહ તઆલાની ભવ્ય નેઅમતો માંથી એક છે, દરેક હાડકા પર આ ભવ્ય નેઅમતના બદલામાં સદકો કરવો જરૂરી છે.
- આ નેઅમતો સતત મળી રહે તે માટે દરરોજ નવિંત્તમ સદકો કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
- દરરોજ સ્વૈચ્છિક નફિલ કાર્યો અને સદકા કરતા રહેવું જોઈએ, આ હદીષમાં તેના પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
- બે વ્યક્તિ વચ્ચે સમાધાન કરાવવાની મહત્ત્વતા.
- વ્યક્તિને પોતાના ભાઈની મદદ કરવા પ્રત્યે તાકીદ આપવામાં આવી છે; કારણકે તેની મદદ કરવી સદકો છે.
- જમાઅત સાથે નમાઝ પઢવા અને તેની તરફ ચાલતા જવા અને તે પ્રમાણે મસ્જિદ બનાવવા પર તાકીદ આપવામાં આવી.
- નુકસાન પહોંચાડનાર દરેક વસ્તુને મુસલમાનોના માર્ગથી હટાવી તેમના માર્ગનું સન્માન કરવું જરૂરી છે.