/ શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય...

શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આ હદીષમાં આપ ﷺ એ જણાવ્યું કે સાચી શક્તિ શક્તિશાળી શરીરનું હોવું નથી, અથવા તે શક્તિશાળી નથી, જે લડાઈમાં બીજાને પછાડી દે, પરંતુ સાચી શક્તિ તો તે છે, જે ગુસ્સાના સમયે પોતાના નફસ પર મહેનત કરી તેના પર કાબુ મેળવી લે, કારણકે આ વસ્તુ તેને પોતાના નફસ પર નિયંત્રણ અને શેતાન પર વિજય મેળવવાની દલીલ છે.

Hadeeth benefits

  1. ગુસ્સાના સમયે નફસ પર કાબુ અને સહનશીલતાની મહત્ત્વતા, અને તે સારા કાર્યો માંથી એક છે, જેના પર ઇસ્લામ પ્રોત્સાહિત કરે છે.
  2. ગુસ્સાના સમયે પોતાના નફસને કાબુ રાખવો દુષ્મન સાથે લડાઈ કરવાથી વધુ સખત છે.
  3. ઇસ્લામે અજ્ઞાનતાના સમયમાં શક્તિની જે વ્યાખ્યા લોકો સમજતા હતા તેને સુંદર અખલાકથી બદલી દીધી, ઇસ્લામની દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી વ્યક્તિ તે છે, જે પોતાના નફસ પર કાબુ મેળવી લે.
  4. ગુસ્સો કરવાથી દૂર રહેવું; કારણકે તેને દ્વારા શારીરિક અને સામાજિક નુકસાન થાય છે.