/ કયામતના દિવસે કોઈ વ્યક્તિના ડગલાં ત્યાં સુધી તેની જગ્યા પરથી આગળ નહીં વધે, જ્યાં સુધી તેને સવાલ કરી લેવામાં ન આવે: તેણે પોતાની ઉંમર ક્યાં કામોમાં ખતમ કરી? તેના ઇલ્મ વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ઉપયોગ કર્યો? તેના માલ વિશે કે તેણે તેને ક્યા...

કયામતના દિવસે કોઈ વ્યક્તિના ડગલાં ત્યાં સુધી તેની જગ્યા પરથી આગળ નહીં વધે, જ્યાં સુધી તેને સવાલ કરી લેવામાં ન આવે: તેણે પોતાની ઉંમર ક્યાં કામોમાં ખતમ કરી? તેના ઇલ્મ વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ઉપયોગ કર્યો? તેના માલ વિશે કે તેણે તેને ક્યા...

અબુ બરઝહ અલ્ અસ્લમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «કયામતના દિવસે કોઈ વ્યક્તિના ડગલાં ત્યાં સુધી તેની જગ્યા પરથી આગળ નહીં વધે, જ્યાં સુધી તેને સવાલ કરી લેવામાં ન આવે: તેણે પોતાની ઉંમર ક્યાં કામોમાં ખતમ કરી? તેના ઇલ્મ વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ઉપયોગ કર્યો? તેના માલ વિશે કે તેણે તેને ક્યાંથી કમાવ્યો અને ક્યાં ખર્ચ કર્યો? અને તેના શરીર વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ખપાવ્યું».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે કયામતના દિવસે કોઈ વ્યક્તિ જન્નત અથવા જહન્નમ તરફ આગળ નહીં વધે જ્યાં સુધી તેને અગત્યના સવાલો બાબતે પૂછવામાં ન આવે: પહેલો સવાલ: તેના જીવન વિશે કે તેણે તેને ક્યાં ખતમ કર્યું? બીજો સવાલ: તેના ઇલ્મ વિશે, શું તેણે અલ્લાહ માટે પ્રાપ્ત કર્યું? શું તેણે તેના મુજબ અમલ કર્યો? અને તેણે તેને જરૂરતમંદ સુધી પહોચાડ્યું કે નહીં? ત્રીજો સવાલ: માલ વિશે સવાલ કરવામાં આવશે કે માલ ક્યાંથી કમાવ્યો, શું તે હલાલ તરીકાથી કે હરામ તરીકાથી? અને તેણે તેને ક્યાં ખર્ચ કર્યો, અલ્લાહને ખુશ કરી દે તેવી જગ્યા પર અથવા નારાજ કરે તેવી જગ્યાએ? ચોથો સવાલ: તેના શરીર, તેની તાકાત, તેની આફિયત અને તેની યુવાનીનો સમય ક્યાં ખપાવ્યો?

Hadeeth benefits

  1. આ હદીષમાં અલ્લાહ તઆલાને ખુશ કરી દે તે રીતે જીવન પસાર કરવા પર તાકીદ કરવામાં આવી છે.
  2. અલ્લાહ તઆલાએ બંદાઓને અગણિત નેઅમતો આપી છે અને તેને દરેક નેઅમતો વિશે નજીકમાં જ સવાલ કરશે, એટલા માટે જરૂરી છે કે તે નેઅમતોને અલ્લાહને ખુશ કરવામાં ઉપયોગ કરવી જોઈએ.