/ બે એવા વાક્યો, જે (અલ્લાહ) ને ઘણા પ્રિય છે, જે જબાન પર (બોલવા માટે) ખૂબ સરળ, ત્રાજવામાં વજનદાર

બે એવા વાક્યો, જે (અલ્લાહ) ને ઘણા પ્રિય છે, જે જબાન પર (બોલવા માટે) ખૂબ સરળ, ત્રાજવામાં વજનદાર

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «બે એવા વાક્યો, જે (અલ્લાહ) ને ઘણા પ્રિય છે, જે જબાન પર (બોલવા માટે) ખૂબ સરળ, ત્રાજવામાં વજનદાર, સુબ્હાનલ્લાહિલ્ અઝીમ, સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહી».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે બે એવા વાક્યો જે બોલવામાં ખૂબ સરળ છે, જેને માનવી કોઈ સ્થિતિમાં આસાની સાથે બોલી શકે છે, અને ત્રાજવામાં તેનો બદલો પર ભવ્ય છે, અને આપણો પાલનહારને તે બન્ને વાક્યો ખૂબ પ્રિય છે, અને તે બંને વાક્યો આ છે: સુબ્હાનલ્લાહિલ્ અઝીમ (પવિત્ર છે અલ્લાહ જે ઘણો મહાન છે), સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહી (પવિત્ર છે અલ્લાહ જે વખાણને લાયક છે); આ બંને વાક્યોનું આટલું મહત્વ એટલા માટે છે કે તે બંને શબ્દોમાં અલ્લાહની સપૂર્ણતા અને મહાનતાનું વર્ણન થયું છે, તેને તેમજ ઉચ્ચ અને બુલંદ અલ્લાહ તઆલા દરેક ખામીથી પાક સાબિત કરવામાં આવ્યો છે.

Hadeeth benefits

  1. સૌથી મહાન ઝિકર એ છે કે જેમાં અલ્લાહની પવિત્રતા અને સંપૂર્ણ પ્રશંસાનો વર્ણન કરવામાં આવે.
  2. અલ્લાહ તઆલાનું પોતાના બંદાઓ માટે ભવ્ય રહેમતનું , કે તે નાનકડા અમલમાં ભવ્ય સવાબ આપે છે.