/ નબી ﷺ આ દુઆ ખૂબ પઢતા હતા: «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે...

નબી ﷺ આ દુઆ ખૂબ પઢતા હતા: «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ આ દુઆ ખૂબ પઢતા હતા: «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ દ્વારા સાબિત દુઆઓ માંથી એક દુઆ જેને આપ ખૂબ પઢતા હતા : «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે». તેમાં દુનિયાની ભલાઈનો સમાવેશ થાય છે, જેમ કે હલાલ અને પર્યાપ્ત રોજી, સદાચારી પત્ની, નેક બાળક, આરામ, ઉપયોગી જ્ઞાન, ન્યાયી કાર્યો અને અન્ય ઇચ્છનીય અને અનુમતિપાત્ર માંગણીઓનો સમાવેશ થાય છે, આખિરતની ભલાઈ: કબર અને જહન્નમની સજાથી સુરક્ષા, અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્તિ, માફી અને હંમેશા રહેનાર નેઅમતો અને કૃપા કરનાર પાલનહારની નિકટતાની પ્રાપ્તિ.

Hadeeth benefits

  1. નબી ﷺ નું અનુસરણ કરતા વ્યાપક દુઆઓ પઢતા રહેવું સુન્નત છે.
  2. વ્યક્તિએ પોતાની દુઆઓમાં દુનિયા અને આખિરત બંને માટે ભલાઈનો સવાલ કરવો જોઈએ.