/ જે વ્યક્તિ "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના જ માટે છે, પ્રશંસા પણ તેના માટે જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવ...

જે વ્યક્તિ "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના જ માટે છે, પ્રશંસા પણ તેના માટે જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવ...

અબુ અય્યૂબ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના જ માટે છે, પ્રશંસા પણ તેના માટે જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે) દસ વખત આ શબ્દો કહેશે તો તેનો આ અમલ તેના માટે તે વ્યક્તિ જેવો ગણાશે, જેણે ઇસ્માઈલ અલૈહિસ્ સલામના સંતાન માંથી ચાર ગુલામ આઝાદ કર્યા હોય».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ આ દુઆ પઢે:«લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર», તેનો અર્થ: અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એકલો જ છે તેનો કોઈ ભાગીદાર નથી, અને એ કે તે પવિત્ર ઝાત માટે જ સંપૂર્ણ સામ્રાજ્ય છે, અને મોહબ્બત તેમજ મહાનતા સાથે સંપૂર્ણ વખાણને લાયક, અને એ કે તે સંપૂર્ણ કુદરત ધરાવે છે, તેને કોઈ વસ્તુ હરાવી નથી શકતી. જે વ્યક્તિ એક દિવસમાં સતત દસ વખત આ શબ્દો કહેશે; તો તેનો સવાબ તે વ્યક્તિ જેટલો ગણવામાં આવશે, જે વ્યક્તિ ઇસ્માઇલ અલૈહિસ્ સલામની સંતાન માંથી ચાર ગુલામ આઝાદ કર્યા હોય, અને ખાસ ઇસ્માઇલ અલૈહિસ્ સલામની સંતાનનું વર્ણન એટલા માટે કે તેમની સંતાનને અન્ય પર પ્રાથમિકતા અને મહત્ત્વતા આપવામાં આવી છે.

Hadeeth benefits

  1. આ હદીષમાં આ ઝિક્રની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે; કારણકે તેમાં અલ્લાહના સંપૂર્ણ ઇલાહ હોવાનો, તેના સંપૂર્ણ માલિક હોવાનો અને તે જ સંપૂર્ણ વખાણને પાત્ર અને તે સંપૂર્ણ કુદરત ધરાવે છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
  2. આ ઝિક્ર પઢવાનો સવાબ તે દરેક વ્યક્તિને મળશે, જે સતત દસ વખત આ ઝિક્ર પઢે અથવા સમયાંતરે પઢે, બન્ને રીતે સરખો સવાબ મળશે.