- સવાર સાંજ આ ઝિક્ર પઢવું મુસ્તહબ છે; જેના કારણે બંદો અલ્લાહની ઈચ્છાથી સુરક્ષિત રહે, અચાનક આવનારી મુસીબતથી અથવા તકલીફ પહોંચાડતી વસ્તુથી સુરક્ષિત રહે.
- તાબઇ લોકોનું અલ્લાહ પર યકીન, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણવેલ વાતની પુષ્ટિ.
- સવાર અને સાંજ સુધી ઝિક્ર મર્યાદિત કરવાનો એક ફાયદો એ છે કે એક મુસલમાનની બેદરકારીને દૂર કરવી અને તેને સતત યાદ અપાવવું કે તે અલ્લાહ તઆલાનો બંદો છે.
- અલ્લાહનો ઝિકર કરનાર જેટલું યકીન સાથે અલ્લાહનો ઝિકર કરશે, ઇખ્લાસ સાથે, હાજર દિલ સાથે તેટલો જ તેને આ ઝિક્રનો ફાયદો તેમજ અસર જોવા મળશે.