સમજુતી
મુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક સફરમાં હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે હતો, હું સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજીક આયો, અમે સૌ ચાલી રહ્યા હતા, મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! તમે મને એક એવો અમલ જણાવો, જેના કારણે હું જન્નતમાં દાખલ થઈ જાઉં અને જહન્નમથી દૂર થઈ જાઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે, ઇસ્લામની જરૂરી કાર્યો પુરા કરો:
પહેલું: ફક્ત એક અલ્લાહની ઈબાદત, અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો.
બીજું: રાત દિવસમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પાબંદી સાથે પઢો: ફજર, ઝોહર, અસર, મગરિબ અને ઇશા, નમાઝને તેની સંપૂર્ણ શરતો, તેના અરકાન સાથે પઢવામાં આવે.
ત્રીજું: ફર્ઝ ઝકાત કાઢવામાં આવે, અને આ માલ પ્રત્યે કરવામાં આવતી ઈબાદત છે, શરીઅતે નક્કી કરેલ માલનું પ્રમાણ અને તેની હદ સુધી પહોંચી જાય, તો તે માલને તેના હકદારો સુધી પહોંચાડવામાં આવે.
ચોથું: રમઝાનના રોઝા, સૂર્યોદય થી લઈ કે સૂર્યાસ્ત સુધી ઈબાદતની નિયત કરી ખાવાપીવાથી રુકી જવું.
પાંચમું: અલ્લાહની ઈબાદત માટે હજના કાર્યો અદા કરવા માટે હજની નિયત કરી મક્કાહ જવું.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને ભલાઈના દ્વાર સુધી પહોંચવાનો માર્ગ ન બતાવું? તે દ્વાર ફર્ઝ ઈબાદતો સાથે નફીલ ઈબાદતો કરી મેળવી શકે છે:
પહેલું: નફીલ રોઝા, જે ગુનાહ કરવાથી બચાવે છે, એવી જ રીતે મનેચ્છાઓને કાબુમાં રાખે છે અને શક્તિમાં વધારો કરે છે.
બીજું: નફીલ સદકો, ગુનાહ કર્યા પછી સદકો તેને મિટાવી દે છે, તેના અસરને પણ ખતમ કરે છે.
ત્રીજું: રાતના છેલ્લા પહોરે ઉઠી નમાઝ પઢવી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ આયત પઢી, અલ્લાહ તઆલાએ કહ્યું: {તેમના પડખા અળગા રહે છે} અર્થાત્ દૂર રહે છે {તેમની પથારીથી} અર્થાત્ તેઓ જાગે છે, {પોતાના પાલનહારને પોકારે છે} નમાઝ, ઝિક્ર, તિલાવત અને દુઆ જેવી ઈબાદતો કરે છે, {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} કયામતના દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપી અને નેઅમતો આપી, {જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે}.
પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને દીનની મૂળ વાતો ન જણાવું? અને તેનો પાયો જેના પર તેનો આધાર છે? અને તેની ચોટી વિશે પણ?
મુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેમ નહીં હે અલ્લાહના રસૂલ!.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: દીનની મૂળ વાત શહાદતૈન છે, જે વ્યક્તિ ગવાહી આપશે તે દીન સાથે જોડાશે. તેનું પિલર: નમાઝ, નમાઝ વગર ઇસ્લામ નથી, જેવી રીતે પિલર વગર ઘરનો વિચાર અશક્ય છે એવી જ રીતે નમાઝ વગર ઇસ્લામનો વિચાર નથી, જે નમાઝ પઢશે, તે પોતાના દીન બાબતે અને દરજ્જા બાબતે મજબૂત રહેશે; દીનની ચોટી અને બુલંદી જિહાદ (યુદ્ધ) છે, અલ્લાહના કલિમાને બુલંદ કરવા માટે દીન પ્રત્યે દુશ્મની કરનાર વિરુદ્ધ જિહાદ (યુદ્ધ) કરવું.
પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શુ હું તમને વર્ણવેલ ઈબાદતોની સચોટતા અને સપૂર્ણતા વિશે ન જણાવું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જબાન પકડી અને કહ્યું: આને રોકી લો અને એવી વાત ન કહેશો જેનો તમારી સાથે કોઈ સબંધ નથી. મુઆઝ રઝી અલલ્હું અન્હુએ કહ્યું: શું અમારો પાલનહાર જે કંઈ અમે બોલીએ છીએ તે દરેક વસ્તુની પકડ કરશે અને હિસાબ કરશે?!
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે મુઆઝ! તમારી માતા તમને ગુમ કરે! આ શબ્દો બદ્ દુઆ માટે ન હતા, પરંતુ તે અરબની કહેવતો માંથી એક કહેવત છે, જે કોઈને ચેતવણી આપવા માટે કહેવામાં આવતી, જેથી તે બાબતે તે સચેત થાય અને ધ્યાન આપે, પછી કહ્યું: લોકોને તેમને તેમની જબાનના કારણે જહન્નમમાં ઊંધા મોઢે નાખવામાં આવશે, જબાન વડેથી કુફ્ર, પાકબાઝ સ્ત્રી પર આરોપ, ગાળો, ગિબત, ચાડી અને નિંદા જેવી વસ્તુઓના કારણે.