- આપણે જે સૌથી મહત્વપૂર્ણ અને શું જરૂરી છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેની જરૂર નથી તેને તરત જ છોડી દેવુ જોઈએ, અને શું થયું નથી તે વિશે પૂછવામાં વ્યસ્ત રહેવું જોઈએ નહીં.
- એવા પ્રશ્નો પૂછવા એટલા માટે પ્રતિબંધિત છે, જે સમસ્યાઓને જટિલ બનાવી શકે છે અને શંકાના દરવાજા ખોલી શકે છે, જે ઘણા મતભેદ તરફ દોરી જાય છે.
- તમામ પ્રતિબંધોને છોડી દેવાનો આદેશ; કારણ કે તેને છોડવામાં કોઈ મુશ્કેલી નથી, અને તેથી તે સામાન્ય રીતે પ્રતિબંધિત હતું.
- આદેશો માં જેટલું શક્ય હોય તેટલો અમલ કરવો જોઈએ, કારણકે તે તેના માટે મુશ્કેલ બની શકે છે, અથવા અઘરું થઈ શકે છે, એટલા માટે જે આદેશો છે, તેમાં ક્ષમતા પ્રમાણે અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- વધુ પ્રમાણમાં સવાલ કરવાથી બચવું જોઈએ, આલિમોએ સવાલ કરવાના બે પ્રકાર વર્ણન કર્યા છે, એક: દીન શીખવા માટે તાલીમ લઈ રહેલા લોકો માટે સવાલ કરવા યોગ્ય અને જાઈઝ છે, અને સવાલ કરવાની આ પદ્ધતિ સહાબાઓની હતી, અને બીજો: હટ અને ઘમંડ કરી ફસાદ ફેલાવવા માટે સવાલ કરવા, તો આ પ્રકારના સવાલ કરવા પર રોક લગાવવામાં આવી છે.
- પયગંબરોનો વિરોધ કરવાથી રોક્યા છે, જે પ્રમાણે આગળની કોમોએ પોતાના પયગંબરોનો વિરોધ કર્યો અને તેઓ નષ્ટ થઈ ગયા.
- વ્યર્થ સવાલ કરવા જેની જરૂર નથી, અને પોતાના પયગંબરોનો વિરોધ કરવો નષ્ટ થવાનું કારણ છે, એવા કેટલાક તર્કો જેના સુધી આપણે પહોંચી ન શકીએ, ઉદાહરણ તરીકે: ગૈબની એવી વાતો જેને અલ્લાહ સિવાય કોઈ નથી જાણી શકતું, અને કયામતના દિવસની પરિસ્થિતિ.
- અઘરા વિષયો વિશે સવાલ કરવા પર રોક લગાવી છે, ઈમામ અવઝાઇ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: જ્યારે અલ્લાહ તઆલા કોઈને ઇલ્મની બરકતથી વંચિત રાખે છે, તો અલ્લાહ તેની જબાન પર સવાલો ઉભા કરી દે છે, અમે જોયું કે તેઓ સૌથી ઓછું ઇલ્મ પ્રાપ્ત કરનાર હતા, અને ઈબ્ને વહબ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: મેં ઈમામ માલિક રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) ને કહેતા સાંભળ્યા: જ્ઞાનમાં દંભ માણસના હૃદયમાંથી જ્ઞાનનો પ્રકાશ છીનવી લે છે.