- ગુનોહોની ભયાનકતામાં તફાવત હોય છે જેવી રીતે નેક અમલની મહત્ત્વતામાં તફાવત જોવા મળે છે.
- સૌથી મોટો ગુનોહ: અલ્લાહ સાથે શિર્ક કરવું, ત્યારબાદ પોતાની સંતાનને કતલ કરવી એ ભયથી કે તે પોતાની સાથે બેસીને ભોજન કરશે, ત્યારબાદ પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવું.
- રોજી અલ્લાહના હાથમાં છે, પવિત્ર અલ્લાહએ દરેક સર્જનીઓની રોજીનો ખ્યાલ રાખ્યો છે.
- પાડોશીના હકની મહત્ત્વતા, તેમને તકલીફ આપવી અન્યને તકલીફ આપવા કરતા મોટો ગુનોહ ગણાવ્યો.
- પેદા કરવાવાળો અલ્લાહ જ ઈબાદતને લાયક છે, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી.