- આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે નબી ﷺ ની સુન્નત (હદીષ) ને એવી રીતે જ સન્માન આપવામાં આવે જેવી રીતે કુરઆનને આપવામાં આવે છે અને તેના પર અમલ (પણ કુરઆન માફક) કરવામાં આવે.
- નબી ﷺ નું અનુસરણ હકીકતમાં અલ્લાહનું અનુસરણ છે, અને નબી ﷺ ની અવજ્ઞા હકીકતમાં અલ્લાહની અવજ્ઞા છે.
- આ હદીષ દ્વારા સુન્નતની સત્યતા જાણવા મળે છે અને જે લોકો સુન્નત (હદીષ) નો ઇન્કાર કરે છે તેમને આ હદીષ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.
- જે વ્યક્તિ સુન્નત (હદીષ પર અમલ કરવાથી) મોઢું ફેરવી લે અને તે ફક્ત કુરઆનને જ પોતાના માટે પૂરતું સમજવાનો દાવો કરે, તો તે બંનેથી મોઢું ફેરવનાર ગણાશે, અને કુરઆનના અનુસરણના દાવમાં તે જૂઠો છે.
- અને નબી ﷺ ની નબૂવ્વતના પુરાવા માંથી એક તે પણ છે કે તેમણે જે જે ભવિષ્યવાળીઓ કરી હતી, તે એ પ્રમાણે જ થઈ.