- પયગંબરો અને નેક લોકોની કબરો પ્રત્યે શરીઅતે નક્કી કરેલ હદ વટાવવી, અર્થાત્ તેમને અલ્લાહ સિવાય જેની ઈબાદત કરવામાં આવે છે તેમાં શામેલ કરવા બરાબર છે, બસ આપણા માટે જરૂરી છે કે આપણે શિર્ક તરફ લઈ જતાં દરેક માર્ગથી બચવું જોઈએ.
- કબરોની મહાનતાના કારણે તેની મુલાકાત લેવી અને ત્યાં જઈ ઈબાદત કરવી જાઈઝ (યોગ્ય) નથી ભલે ને તે વ્યક્તિ કેટલો પણ અલ્લાહ તઆલાની નજીક હોય.
- કબરો પર મસ્જિદ બનાવવી હરામ છે.
- કબરો પર નમાઝ પઢવી હરામ છે, ભલે ને ત્યાં મસ્જિદ બનાવવામાં ન આવી હોય, પરંતુ એવા જનાઝાની નમાઝ પઢી શકાય છે, જે વ્યક્તિની પઢવામાં ન આવી હોઇ.