- ઘરને અલ્લાહ ઈબાદતથી વંચિત રાખવું હરામ છે.
- નબી ﷺ ની કબરની ખાસ મુલાકાત માટે સફર કરવો હરામ છે, કારણકે નબી ﷺ એ દરૂદ પઢવાનો આદેશ આપ્યો અને જણાવ્યું કે તે દરૂદ તેમને પહોંચે પણ છે, આપણે ફક્ત મસ્જિદ જવા અને ત્યાં નમાઝ પઢવા માટે સફર કરી શકીએ છીએ.
- નબી ﷺ ની કબરની મુલાકાત માટે ખાસ પ્રકારના તરીકો અપનાવવા અને ખાસ સમય નક્કી કરી જુલૂસ એકઠું કરવું જાઈઝ નથી, એવી જ રીતે દરેક લોકોની કબર પર આ પ્રકારનું કાર્ય કરવું જાઈઝ નથી.
- અલ્લાહ પાસે નબી ﷺ ની મહાનતાનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે તેમના માટે દરેક જગ્યા અને કોઈ પણ સમયે પઢવામાં આવતું દરૂદ તેમને પહોંચાડવામાં આવે છે.
- કબરો પાસે નમાઝ પઢવી હરામ છે, અને આ વાત સહાબાઓને સારી રીતે ખબર હતી, એટલા માટે જ નબી ﷺએ ઘરોને કબ્રસ્તાન બનાવવાથી રોક્યા છે, જ્યાં નમાઝ પઢવામાં ન આવે.