/ મારી કોમના દરેક લોકો જન્નતમાં જશે, ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો

મારી કોમના દરેક લોકો જન્નતમાં જશે, ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «મારી કોમના દરેક લોકો જન્નતમાં જશે, ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો», કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ ! કોણે તમારો ઇન્કાર કર્યો? તો કહ્યું: «જેણે મારું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે અને જેણે મારી અવજ્ઞા કરી તેણે મારો ઇન્કાર કર્યો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આપ ﷺએ જણાવ્યું કે મારી ઉમ્મતનો દરેક વ્યક્તિ જન્નતમાં દાખલ થશે, ફક્ત તે દાખલ નહીં થાય જેણે મારો ઇન્કાર કર્યો હશે! તો સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કોણ છે ઇન્કાર કરવાવાળો?! નબી ﷺ એ જવાબ આપ્યો: જેણે નબી ﷺ નું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે, હવે જે વ્યક્તિ આપ ﷺ ની અવજ્ઞા કરશે અને શરીઅત પ્રમાણે અમલ નહીં કરે, તો તેના ખરાબ અમલના કારણે તેણે જન્નતમાં જવા માટે ઇન્કાર કર્યો.

Hadeeth benefits

  1. જે વ્યક્તિ અલ્લાહના રસૂલ ﷺ નું અનુસરણ કરશે તો તે અલ્લાહનું અનુસરણ કરશે અને જે તેમની અવજ્ઞા કરશે તો તે અલ્લાહની અવજ્ઞા કરશે.
  2. અલ્લાહના રસૂલ ﷺ નું અનુસરણ કરવાથી જન્નત વાજિબ થઈ જાય છે અને તેમની અવજ્ઞા કરવાથી જહન્નમ વાજિબ થઈ જાય છે.
  3. આ ઉમ્મતના આજ્ઞાકારી બંદાઓ માટે ખુશખબર છે અને તે ખુશખબર એ કે દરેક લોકો જન્નતમાં દાખલ થશે સિવાય તે લોકો જેઓ અલ્લાહ અને તેના રસૂલની અવજ્ઞા કરશે તે જન્નતમાં દાખલ નહીં થાય.
  4. આપ ﷺ નું પોતાની ઉમ્મત માટે દયા અને કૃપા તેમજ તેમની હિદાયતની ઉત્તેજના.