- કબરો પર મસ્જિદ બનાવવી અથવા ત્યાં નમાઝ પઢવી અથવા મસ્જિદમાં કોઈ મૃતકને દફન કરવું હરામ છે; કારણકે આ દરેક કાર્યો શિર્ક તરફ લઈ જાય છે.
- કબરો પર મસ્જિદ બનાવવી અને તેમાં મૂર્તિઓ લગાવવી યહૂદીઓ અને નસ્રાનીઓનો અમલ છે, જે પણ આવું કરશે તે તેમના જેવો ગણવામાં આવશે.
- સજીવ વસ્તુઓનું ચિત્ર બનાવવું હરામ છે.
- જે વ્યક્તિ કબર પર મસ્જિદ બનાવશે અને તેમાં ચિત્રો લગાવશે તે અલ્લાહની મખલૂક માંથી સૌથી ખરાબ વ્યક્તિ ગણવામાં આવશે.
- શરીઅતનો કાનૂન તૌહીદના માર્ગની સંપૂર્ણ હિફાજત કરે છે, તે દરેક માર્ગથી રોકે છે જે શિર્ક તરફ જતો હોય.
- નેક લોકોના વખાણમાં વધારો કરવા પર રોક લગાવી છે; કારણકે તે શિર્કનું કારણ બને છે.