/ કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજીક તેના પિતા, તેની સંતાન અને અન્ય લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં...

કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજીક તેના પિતા, તેની સંતાન અને અન્ય લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજીક તેના પિતા, તેની સંતાન અને અન્ય લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં».
મુત્તફકુન્ અલયહિ

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે વ્યક્તિ ત્યાં સુધી સંપૂર્ણ મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજરમાં તેના માતા પિતા, તેના દીકરા અને દીકરીઓ તેમજ દરેક લોકો કરતા વધુ પ્રિય ન બની જાઉં, નબી ﷺ ને મોહબ્બત કરવાનો અર્થ એ કે નબી ﷺ નું અનુસરણ કરવામાં આવે, તેમની મદદ કરવામાં આવે અને તેમણે રોકેલા કાર્યોથી રુકી જવામાં આવે.

Hadeeth benefits

  1. નબી ﷺ સાથે મોહબ્બત કરવી જરૂરી છે, અને એ કે તેમની મોહબ્બતને દરેક સર્જનીઓ પર પ્રાથમિકતા આપવામાં આવે.
  2. સંપૂર્ણ મોહબ્બતની નિશાની એ કે નબી ﷺ ની સુન્નત પર મદદ કરવામાં આવે અને તેના માટે પોતાની જાન અને માલને કુરબાન કરે.
  3. નબી ﷺ સાથે મોહબ્બત, તેમણે આપેલ આદેશો પર અમલ કરતા, તેમણે વર્ણવેલ વાતોની પુષ્ટિ કરતા અને તેમણે જે વાતોથી રોક્યા છે અથવા ચેતવણી આપી હોય તેનાથી બચતા તેમજ તેમનું અનુસરણ કરી અને બિદઅતને છોડી કરી શકીએ છીએ.
  4. નબી ﷺ નો હક એ સૌથી મહત્વનો હક છે અને નબી ﷺ એ દરેકને તે વાતની તાકીદ પણ કરી છે; કારણકે તે ગુમરાહીથી હિદાયતના માર્ગ તેમજ જહન્નમથી બચવાનું મૂળ કારણ છે, તેમજ જન્નતની સફળતાની પ્રાપ્ત કરવાની ચાવી છે.