- આ હદીષમાં નબી ﷺ એ શરીઅત (કુરઆન અને હદીષના આદેશો) ને લોકો સુધી પહોંચાડવા પ્રત્યે પ્રોત્સાહન આપ્યું છે, કે માનવીએ દીનની તે વાતોને લોકો સુધી પહોંચાડવી જોઈએ, જે તેણે યાદ કરી છે અને સમજી છે, ભલેને તે થોડીક પણ કેમ ન હોય.
- શરીઅતનું જ્ઞાન પ્રાપ્ત કરવું વાજિબ છે, જેથી માનવી અલ્લાહની ઈબાદત અને તેની શરીઅતને લોકો સુધી પહોંચાડવાનું કામ સારી રીતે કરી શકે.
- કોઈ પણ હદીષને બીજા સુધી પહોંચાડતા પહેલા એ પુષ્ટિ કરી લેવી જોઈએ કે તે સહીહ છે કે નહીં, જેથી માનવી નબી ﷺ એ આપેલ સખત ચેતવણીથી બચી શકે.
- આ હદીષમાં સામાન્ય વાતચીતમાં સત્ય બોલવા અને હદીષ વર્ણન કરતી વખતે સચેત રહેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી માનવી જૂઠું બોલવાથી બચી શકે, ખાસ કરીને અલ્લાહની શરીઅત બાબતે વધુ સચેત રહેવું જોઈએ.