/ હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું...

હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું...

અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક ભાગીદારોના શિર્કથી પવિત્ર છું, અને અલ્લાહ દરેક વસ્તુથી બે નિયાઝ છે, જ્યારે માનવી કોઈ નેકીનું કાર્ય અલ્લાહ અને બીજા માટે કરે છે તો અલ્લાહ તેને કબૂલ નથી કરતો, પરંતુ તે કાર્યને બીજા ભાગીદાર તરફ ફેરવી દે છે; કારણકે કે કોઈ પણ કાર્ય કરતી વખતે ફક્ત અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિ જ હોવી જોઈએ, કારણકે તે પવિત્ર છે, અને તે તેજ કાર્ય સ્વીકારે છે, જે ફક્ત તેની જ પ્રસન્નતા માટે કરવામાં આવ્યું હોઇ.

Hadeeth benefits

  1. આ હદીષમાં દરેક પ્રકારના શિર્ક પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે, અને જણાવવામાં આવ્યું કે શિર્ક અલ્લાહ પાસે અમલ કબૂલ થવાથી રોકે છે.
  2. અલ્લાહની બે નિયાઝી અને તેની મહાનતાની ઓળખથી કાર્યોમાં ઇખલાસ (નિખાલસતા) પેદા કરવામાં મદદરૂપ થાય છે.