- પયગંબરો અને સદાચારી લોકોની કબરોને સિજદા માટે મથક બનાવવા પર રોક લગાવવી જ્યાં લોકો એવું સમજી નમાઝ પઢતા હોય છે કે અમે તો અલ્લાહ માટે નમાઝ પઢી રહ્યા છે, (અર્થાત્ કોઈ પણ સ્થિતિ અને કોઈ પણ નિયતથી કબરો પર નમાઝ પઢવાથી રોક્યા છે); કારણકે તે શિર્કનું સૌથી પ્રબળ સ્ત્રોત છે.
- નબી ﷺ તૌહીદ બાબતે સૌથી વધારે ચિંતા કરી રહ્યા છે, તેમની તરફ ધ્યાન આપવા અને તેમને પોતાની કબર પર ખોટા કાર્યોનો સખત ડર આપને લાગી રહ્યો છે, અને આ ડર એટલા માટે હતો કે આ વસ્તુ શિર્ક સુધી લઈ જાય છે.
- યહૂદીઓ અને નસ્રાની લોકો અને જેઓ કબરો પર નિર્માણ કરીને અને તેમને મસ્જિદ તરીકે ઈબાદત કરે છે તેમના પર લઅનત કરવી જાઈઝ (માન્ય) છે.
- કબરો પર નિર્માણ એ યહૂદીઓ અને નસરાની લોકોના રિવાજોમાંથી એક છે, અને હદીષમાં તેનું અનુસરણ કરવાથી રોક્યા છે.
- કબરોને મસ્જિદ તરીકે બનાવવી કે તેની તરફ નમાઝ પઢવામાં આવે ભલે ને ત્યાં મસ્જિદ ન બનાવી હોય, (તેના પર રોક લગાવી છે).